અર્નબ ગૌસ્વામીના પૂર્વ સાથી તેજીન્દરસિંહ સોઢીએ એક વેધક ટ્‌વીટ
સાથે રિપબ્લિક ટીવીમાંથી પોતાના રાજીનામાની માગણી કરી હતી

(એજન્સી) તા.૨૮
ટીવી ચેનલ રિપબ્લિક ટીવીના પત્રકારત્વના સિદ્ધાંતો અને નૈતિકતા સામે સવાલો ઉઠાવીને અર્નબ ગૌસ્વામીના પૂર્વ સાથીએ રીપબ્લિક ટીવીમાંથી રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો છે. તેજીન્દરસિંહ સોઢીએ એક વેધક ટ્‌વીટ સાથે રિપબ્લિક ટીવીમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.
તેમણે લખ્યું હતું કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પત્રકારત્વના આત્માને મારી નાખવા બદલ પત્રકારત્વની માફી માગીને મેં રીપબ્લિક ટીવીમાંથી રાજીનામું આપ્યું છે. આ અંગે ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરીશ.
જ્યારે કોઇએ તેમને પૂછ્યું કે રિપબ્લિક ટીવી તેમના માટે યોગ્ય નથી એવું સમજતાં ત્રણ વર્ષ કેમ લાગ્યાં ત્યારે તેમણે જવાબ આપ્યો કે જો સૌપહેલા મે રીપબ્લિક ટીવીને છોડી દીધું હોત તો મેં તે ક્યારેય કર્યુ ન હોત. પ્રત્યેક વ્યક્તિએ અર્નબને આ ચેનલ લોંચ કરવામાં મદદ કરી હતી અને આ બધી વ્યક્તિઓ અત્યારે રીપબ્લિક ટીવી છોડીને જતી રહી છે. સોઢીનું રાજીનામું ગૌસ્વામી દ્વારા લોંચ કરાયેલ હિંદી ટીવી ચેનલ રિપબ્લિક ભારત સાથે યોગાનુયોગ પડ્યું છે. આંકડાઓ અનુસાર ભારતે હિંદી સમાચાર ચેનલોમાં ૧૬.૪૦ ટકા દર્શકો હાંસલ કર્યા છે. બીજો સ્પર્ધક આજતક ટીવી ચેનલ છે કે જે ૧૪.૨૬ ટકા માર્કેટ શેર સાથે બીજુ સ્થાન ધરાવે છે. અર્નબ ગૌસ્વામીએ ભાજપના રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરની મદદથી ૨૦૧૭માં રિપબ્લિક ટીવી શરુ કર્યુ ં હતું. એક વર્ષ બાદ તેમણે રીપબ્લિક ભારત ચેનલ પણ લોંચ કરી છે.