(એજન્સી) તા.૧૭
૧૫, ઓગસ્ટના રોજ બપોરની આસપાસ અનેક પત્રકારોએ દેશભરમાં પત્રકારો પર વધતાં જતાં હુમલા પર ચિંતા વ્યક્ત કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્‌વીટરનો સહારો લીધો હતો. છેલ્લા બે અઠવાડિયામાં અલગ અલગ ઘટનામાં ફરજ બજાવી રહેલા પત્રકારો પર ૮ હુમલા થયાં હતાં. તેમાં ત્રણ પત્રકારો-ઓશાહીદ તાંત્રે, પ્રભજીતસિંહ અને મહિલા પત્રકારનો સમાવેશ થતો હતો કે જેઓ દિલ્હી સ્થિત કારવા સામયિક સાથે સંકળાયેલ છે અને જેમના પર રમખાણના અહેવાલનો કવરેજ કરી રહ્યાં હતાં ત્યારે ટોળાએ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં હુમલો કર્યો હતો. બેંગ્લુરુમાં ઇન્ડિયા ટુડે, ધ ન્યૂઝ મિનિટ અને ધ સુવર્ણ ન્યૂઝના પાંચ પત્રકારો પર બેંગ્લુરુ પોલીસે હુમલા કર્યા હતાં. શારીરિક હુમલાથી લઇને ખોટી પોલીસ કાર્યવાહી સુધીનો ભારતના પત્રકારો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ હુમલામાં વધારો થયો છે. ખાસ કરીને દિલ્હી રમખાણો અને કોવિડ-૧૯માં સરકારની ખામીઓનું રિપોર્ટીંગ કર્યા બાદ હુમલા વધી ગયાં છે. આથી પત્રકારોએ પોતાના પર હુમલાની વધતી જતી ઘટનાઓ સામે વિરોધ કરવા ઓનલાઇન મીડિયાનો સહારો લીધો છે. પત્રકારો હવે હુમલા સામે ઓનલાઇન વિરોધ કરી રહ્યાં છે. કાશ્મીર અને છત્તીસગઢ જેવા પ્રદેશોમાં પત્રકારોને વર્તમાન શાસકો સામે સવાલ ઉઠાવવા બદલ નિયમિત રીતે ધાકધમકી આપીને ક્રિમિનલ કેસ કરાવવામાં આવે છે. ધ વાયરના સંસ્થાપક તંત્રી સિદ્ધાર્થ વર્દરાજને જણાવ્યું છે કે પોલીસ હિંસા, ખોટા કેસો અને હુમલાઓ બંધ કરો.