(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
દેશભરમાં પદ્માવત સામે પ્રચંડ વિરોધ જોતાં મલ્ટીપ્લેક્ષ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તેના સભ્યો વિવાદિત ફિલ્મ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવામાં નહીં દર્શાવે. દેશના ૭પ ટકા મલ્ટીપ્લેક્ષ થિયેટરના માલિકો એસોસિએશનના સભ્ય છે. રાજપૂતો અને અન્ય લોકો તેના પર પ્રતિબંધ ઈચ્છે છે. પદ્માવતના રીલીઝ પહેલાં દેશભરમાં હિંસાનો માહોલ છે. રાજપૂત કરણી સેનાએ પુનઃ ધમકી ઉચ્ચારી છે. લોકેન્દ્ર કાલવીએ પદ્માવત ફિલ્મનું નિરીક્ષણ કર્યું હોવાની વાતને ફગાવી દીધી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ ફિલ્મના વિરોધમાં ટેકો કર્યો છે.
પદ્માવત રીલીઝ પહેલાં નવા-જૂની
– પદ્માવત ફિલ્મ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવામાં નહીં દર્શાવવાનો મલ્ટીપ્લેક્ષનો નિર્ણય.
– રાજસ્થાન, ચિત્તોડગઢમાં કિલ્લા સામે પદ્માવત દેખાવોે યોજ્યા હતા.
– જમ્મુમાં ઈન્દ્ર સિનેમાના ટિકિટ કાઉન્ટર પર તોડફોડ કરાઈ.
– ગુરગાંવમાં સોહના રોડ પર શાખાની બસ પર હુમલો.
– હરિયાણા : પદ્માવત સામે દેખાવકારોએ બસ સળગાવી પથ્થર ફેંક્યા.
– મેરઠ : પીવીએસ મોલ પર હુમલો : પોલીસ તૈનાત કરી.
– મથુરા : શહેરમાં પદ્માવત સામે દેખાવો દેખાવોકારોએ ભૂતેશ્વર રેલવે સ્ટેશને ટ્રેન રોકી.
– યુપી : લખનૌમાં પદ્માવત રીલીઝ સામે દેખાવો નિયંત્રિત કરવા સલામતીની ચુસ્ત વ્યવસ્થા.
– દિલ્હી : દેખાવકારોએ દિલ્હી-જયપુર હાઈવે પદ્માવતના વિરોધીઓએ બ્લોક કર્યો.
– હરિયાણા : દેખાવકારોએ વજીરપુર-પટોડી રોડ રોક્યા.
– મુંબઈ : પોલીસે કરણી સેનાના ૩પ કાર્યકરોની ધરપકડ કરી.
– ફિલ્મ પ્રોડ્યુસરે કહ્યું કે, કોઈ ડ્રીમ સિકવન્સ મૂવીમાં નથી.
– કરણી સેનાએ કહ્યું કે મારી અને સંગઠનના નેતાઓની કદાચ ધરપકડ થશે પરંતુ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
– ફિલ્મમાં પ્રેમ કહાની છે જે અસહ્ય છે.
– સુપ્રીમકોર્ટના હુકમથી ફિલ્મને આવતીકાલે દેશભરમાં રજૂ કરાશે.