(એજન્સી) તા.ર૪
સુપ્રીમકોર્ટ તરફથી પરવાનગી મળ્યા બાદ સંજયલીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ રપ જાન્યુઆરી ગુરૂવારના દિવસે રિલીઝ થવા જઈ રહી છે પરંતુ દેશના જુદા જુદા રાજ્યોમાં આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ છે. બીજી બાજુ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ પત્રકાર પરિષદમાં ધમકી આપતા કહ્યું હતું કે તેઓ જનતા કરફ્યુ લગાવશે. તેઓ થિયેટર માલિકીને કમાવવા નહીં દે કારણ કે સંજયલીલા ભણસાલીએ તેમની વાત સાંભળી ન હતી.
આ સાથે જ કાલવીએ તેમની ધરપકડની શંકા બતાવી હતી. એમણે કહ્યું હતું કે ધરપકડથી પહેલાં આ મારી છેલ્લી પત્રકાર પરિષદમાં લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું હતું કે પદ્માવતને નહીં આવવા દેવાય. પદ્માવતી મારી માતા છે અને માતા પાસે હું માફી માંગીશ. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાનમાં તેમના ૧૪૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ર૩ જાન્યુઆરી મંગળવારના દિવસે કેટલાક અસામાજિક તત્ત્વોએ ફિલ્મના વિરોધમાં ગુજરાતના અમદાવાદમાં એક મોલને લક્ષ્ય બનાવી ત્યાં પાર્ક કરાયેલી લગભગ ૪૦ ગાડીઓને આગ લગાવી દીધી હતી.
પદ્માવતને રિલીઝ થવા નહીં દઈએ : લોકેન્દ્ર કાલવી

Recent Comments