(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પદ્માવતમાંથી કેટલાક ચોક્કસ દ્રશ્યોને દૂર કરવાની માંગણીએ વકીલ મનોહરલાલ શર્મા દ્વારા દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે સોમવારે આ કેસમાં વધારે સુનાવણી કરવામાં આવશે તેમજ પદ્માવતમાંથી હવે વધારે કોઈ કટ મારવાનો આદેશ નહીં આપવામાં આવે. મંગળવારે કોર્ટે પદ્માવત અંગેનો તેનો અગાઉના આદેશમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ગત અઠવાડિયે કોર્ટે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા તથા ગુજરાત સરકાર દ્વારા જાહેરનામા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ તમામ રાજ્યોએ એક નોટિફિકેશન બહાર પાડીને પદ્માવતને રીલિઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમે આ તમામ રાજ્યોને ફિલ્મ રિલિઝન કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી લેવાનો આદેશ આપ્યો છે.
પદ્માવત પરનો વિવાદ અટકાવાનું નામ લેતો નથી. ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ દિલ્હી-જયપુર હાઈવે જક્કાજામ કરી દીધો હતો તથા હિંસાની આગ ત્રણ રાજ્યોમાં ફેલાઈ છે. પદ્માવત ૨૫ જાન્યુઆરીએ રીલિઝ થઈ રહી છે.