(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
પદમાવતી પર ચાલી રહેલા ભારે વિરોધ-વંટોળની વચ્ચે કેન્દ્રીય રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે એવું કહ્યું કે સેન્સર બોર્ડને તેનું કામ કરવા દેવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ હેતુ માટે સેન્સર બોર્ડની રચના કરવામાં આવી છે અને તેને તેનું કામ કરવા દેવું જોઈએ. સેન્સર બોર્ડ ફિલ્મોને પ્રમાણિત કરવા માટે રચવામાં આવ્યું છે. આ દરમિયાન હૈદરાબાદમાં કેન્દ્રીય મંત્રી બિરેન્દરસિંહે કહ્યું કે જેઓ પદમાવતીનો વિરોધ કરી રહ્યાં છે તેમણે પહેલા ફિલ્મ જોવી જોઈએ અને પછી જો તેમને કંઈ વાંધાનજક લાગે તો ફિલ્મમાંથી દ્રશ્યો હટાવવાની માંગણી કરવી જોઈએ. તેમણે કહ્યું કે મારો અભિપ્રાય સ્પષ્ટ છે. કેટલીક ઐતિહાસીક વિગતો આપણી વિચારસરણી પ્રમાણે ન પણ હોય જેઓ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે તેમણે પહેલા ફિલ્મ જોવો જોઈએ.