અમદાવાદ,તા.ર૪
અમદાવાદ શહેરમાં ગઈકાલે થયેલ તોફાનો બાદ અમદાવાદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ આરએએફની ફલેગમાર્ચ પણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં મંગળવારે રાત્રે થયેલી તોડફોડ અને આગચંપીની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે. ત્યારે સુરક્ષાના કારણોસર આરએએફની ટીમોને અમદાવાદમાં ઉતારી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આરએએફની ટીમોએ ફલેગમાર્ચ પણ કરી હતી. ત્યારે ગુરૂવારે પદ્માવત ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ગુજરાત રાજય આ ફિલ્મના વિરોધની આગમાં ભડકે બળે નહીં તેના અગમચેતીના ભાગરૂપે પોલીસતંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ અમદાવાદમાં પણ સુરક્ષા અને વ્યવસ્થાના લીધે આરએએફની ટુકડીઓ ગોઠવી દેવાઈ છે અને બુધવારે આરએએફની ટીમ દ્વારા ફલેગમાર્ચ પણ કરાઈ હતી.