(એજન્સી) બર્મા, તા.૩
મ્યાનમારના કેન્દ્રીય મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ આયોગ શરણાર્થીની કાર્યકારી સમિતિને કહ્યું છે કે, જે રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાંથી પરત વતન આવવા માગે છે. તેમની સુરક્ષા અને પુનવર્સનની જવાબદારી સરકાર ઉપાડશે.
મ્યાનમારના સામાજિક કલ્યાણ રાહત અને પુનવર્સન મંત્રી શ્રી વેન મયાટ ઓયાએ શરણઆર્થી આયોગની કાર્યકારી સમિતિને જણાવ્યું કે, તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા મ્યાનમારમાંથી પલાયન કરીને બાંગ્લાદેશમાં આશરો લઈ રહેલા રોહિંગ્યા મુસ્લિમોને પરત સ્વદેશમાં લાવવાની છે. તેમણે કહ્યું કે, જે લોકો પરત વતન આવવા માગે છે.તેમના માટે સ્વદેશ પરતની કાર્યવાહી ઝડપથી શરૂ કરવામાં આવશે. તેમની નાગરીકતાની ચકાસણી મ્યાનમાર અને બાંગ્લાદેશ વચ્ચે થયેલ ૧૯૯૩ના કરાર મુજબ કરવામાં આવશે. જે લોકો મ્યાનમારના નાગરીક છે. તેમનો કોઈ અડચણ વિના ઝડપથી સ્વદેશમાં સ્વીકાર કરવામાં આવશે. તેમની સુરક્ષા અને પુનવર્સનની જવાબદારી પણ સરકારની રહેશે. આ અંગે બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પણ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અને મ્યાનમાર પાંચ લાખ રોહિંગ્યા શરણાર્થીઓને સ્વદેશ પરત લાવવાની યોજના તૈયાર કરવા માટે એક વર્કીંગ સમૂહ બનાવવા પર સહમત થયા છે.