મોડાસા, તા.૨
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે ગુજરાત બહાર ફસાયેલા લોકોને પરત લાવવાની તેમજ ગુજરાતમાં ફસાયેલા લોકોને તેમના વતન મોકલવાની કામગીરી હાથ ધરી છે. તેમ છતાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી રહી હોય તેમ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે અરવલ્લીના શામળાજી નજીક ઉભા કરાયેલ શેલ્ટર હોમમાં શ્રમિકોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસતંત્ર અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પથ્થરમારામાં ૩ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા એક પરપ્રાંતિય શ્રમિકને પણ ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે શામળાજી પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દીધો હતો ઉચ્ચ અધિકારીઓ પરપ્રાંતિય શ્રમિકોને સમજાવવા તજવીજ હાથ ધરી હતી.