(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૮
પાકિસ્તાનના રિટાયર્ડ જજે પૂર્વ પાકિસ્તાની પ્રમુખ પરવેઝ મુશર્રફ વિશે ચોંકાવનારો ખુલસો કર્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે પાકિસ્તાની નાગરિકોને વિદેશમાં વેચી દીધા હતા. ખોવાયેલા લોકોના પંચના અધ્યક્ષ ઇકબાલે માનવ અધિકારો અંગે સ્ટેન્ડિંગ કમિટીની રાષ્ટ્રીય સભામાં આરોપોની સનસનાટીપૂર્ણ વિગતો આપી હતી. ઇકબાલે કહ્યું હતું કે, મુશર્રફે ગુપ્ત દસ્તાવેજને પગલે ડોલરના બદલે અમેરિકાને ૪૦૦૦ પાકિસ્તાનીઓને વેચી દીધા હતા. આ ખુલાસા પુશ્તુન તહફ્ફુઝ મુવમેન્ટ (પીટીએમ)નામના આંદોલન બહાર આવ્યા બાદ થયા છે જેમાં ખૈબર પખ્તુનખ્વા ચળવળ અંતર્ગત વિવિધ પ્રાંતમાં ખોવાયેલા લોકોની વિગતો માગી છેે. આ ઉપરાંત બલુચિસ્તાન પ્રાંતમાં પણ ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. મુશર્રફના પગલાંને ગેરકાયદે ગણાવતા આ અંગે વધુ તપાસની ભલામણ કરવામાં આવી છે.