(એજન્સી) તા.૨૦
ઉ.ભારતમાં ખેડૂતો તેમના ડાંગરના પાકની લળણી સમાપ્ત કરે છે ત્યારે ભારત ગંગાના મેદાન પર ધુમાડાના ગોટેગોટા છવાઇ જાય છે. પંજાબ રાજ્યએ પાકના વધતાં ઠૂંઠા અને પરાળીને સળગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ ઘણા ખેડૂતો જમીનને ક્લીયર કરવા માટે ડાંગરના ઠૂંઠાઓને બાળવાનો સરળ રસ્તો અપનાવે છે કે જેથી તેઓ તુરત ઘઉનું વાવેતર કરી શકે.
મુખ્ય મુદ્દો એ છે કે ૨૦૦૯થી પંજાબ સરકારે ડાંગરના પાકની શરૂઆત વિલંબીત કરવા ઠરાવી હતી કે જેથી પાણી, કૃષિ તરફ વાળતાં પહેલા મૌસમી વરસાદના પાણીનો ઉપયોગ થઇ શકે. પરંતુ તેના કારણે ડાંગર અને ઘઉંની મોસમ વચ્ચે બહુ થોડા સપ્તાહ રહે છે અને તેથી ડાંગરના પાકના ઠૂંઠા સળગાવવાનું ખેડૂતોને પ્રલોભન રહે છે. રાજ્ય સરકારે આ માટે ખેડૂતોને અનેક વિકલ્પો આપ્યાં છે પરંતુ ખેડૂતોએ એવી ફરિયાદ કરી છે કે સળગાવવાના વિકલ્પ સિવાય બાકીના વિકલ્પો બહુ ઓછા આકર્ષક છે. સરકારે રોકડ વળતર આપવાની પણ જાહેરાત કરી છે પરંતુ આ યોજનામાં ભષ્ટાચાર અને બિનકાર્યક્ષમતાના આક્ષેપો થયા છે અને તેના કારણે ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ જાંદિયાલાગુરુ, તરશિકા, તરણતરણ, ખાદુરસાહિબ અને પંજાબના માજા પટ્ટીના અંજલા બ્લોક્સમાં દર ૧૦૦થી ૨૦૦ મીટરે ખેતરોમાં આગના ભડકા દેખાય છે. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેના પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટર લુધિયાણાને જાણવા મળ્યું છે કે ૨૦૧૬ બાદ આ વર્ષે ખેતરોમાં ઠૂંઠા અને પરાળી સળગાવવાની ઘટનાઓ સૌથી વધુ બની છે. તેનું કારણ કદાચ એ હોઇ શકે કે આ વર્ષે ચોમાસું સારૂં રહેતાં ડાંગરનો બમ્પર પાક થવાનો છે.આમ પરાળી સળગાવવાના સમાચારો હેડલાઇન્સમાં ચમકી રહ્યાં છે ત્યારે એ વિચારવું જરુરી છે કે તેની સાથે અનેક મુદ્દાઓ સંકળાયેલા છે. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર તેમજ નિષ્ણાતોએ એવું જણાવ્યું છે કે પાકના ઠૂંઠા અને પરાળી સળગાવવામાં આવે છે તે દેશમાં પ્રદૂષણના અનેક સ્ત્રોતમાંનું એક છે. કેટલાક ગામોમાં પંચાયતોએ લોકોને વિશ્વાસમાં લઇને આ રીતે ખેતરોમાં ઠૂંઠા-પરાળી નહીં સળગાવવાના ઠરાવ કર્યા છે અને આ ઠરાવ બાદ આ ગામોમાં ક્યાંય આગની ઘટનાઓ જોવા મળી નથી.
Recent Comments