(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર
LRDની પરીક્ષા પાસ થયેલી બહેનોને વહેલીતકે ફરજ પર લેવા બાબતે વડોદરાના વિવિધ સમાજના સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે LRD બહેનોની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેથી આજે વિવિધ સંગઠનો સાથે મળી આ બહેનોએ આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જો આગામી ૧પ જુલાઈ સુધી તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં કરવામાં આવે તો હડતાળની ચાીમકી ઉચ્ચારી છે. જો કે, અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવેલી LRD ભરતી પ્રક્રિયાને કારણે અનેક સંગઠનો અને યુવાનો અને બહેનોએ રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી, ત્યારે હવે આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો આ LRD મહિલાઓ રણચંડી બની મેદાનમાં ઉતરશે તેવી તૈયારી પણ દર્શાવી છે.