પાટણ, તા.૯
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીની પસંદગી થતાં જ તેઓએ સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ (શિષ્યો) ધરાવતા હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રખર હિમાયતી અને વ્યસનમુક્તિની આહ્‌લેક જગાવી હજારો લોકોને વ્યસનમુક્ત કરનાર સાવરકુંડલાના પીરે તરીકત સૈયદ દાદાબાપુ કાદરીની તેમની ખાનકાહમાં જઈ મુલાકાત લીધી હતી અને વિધાનસભામાં ગુજરાતના પ્રાણપ્રશ્નો અને અઢારે વર્ણના લોકોની સમસ્યાઓ સચોટ રીતે રજૂ કરવા માટેના આશિર્વાદ મેળવ્યા હતા.