(એજન્સી) તા.ર૩
જર્મન પોલીસે એક ર૦ વર્ષીય સીરિયનની ધરપકડ કરી છે, જેના વિશે શંકા છે કે તેણે ઓકટોબરની શરૂઆતમાં પૂર્વી ડ્રેસ્ડેન શહેરમાં બે પર્યટકો પર હુમલો કર્યો હતો. જેમાં એકની હત્યા કરી નાખી હતી. ડ્રેસ્ડેન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે આ શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જયારે તપાસકર્તાઓને તેના વિશે ગુના સાથે સંકળાયેલા હોવાના નિશાન મળી આવ્યા હતા. સ્પીગલ મેગેઝીનએ અહેવાલ આપ્યો છે કે આ શંકાસ્પદ વ્યકિતને જર્મન સત્તાવાળા અધિકારીઓ વર્ષોથી જાણે છે. ભૂતકાળમાં રાજય સામેના ગુના માટે ઉશ્કેરણી કરવા અને દાએશ માટે સભ્યોની ભરતી કરવા બદલ તેને બે વર્ષથી વધુની કેદની સજા ફટકારવામાં આવી હતી. સ્પીગલે જણાવ્યું હતું કે પરપ્રાંતિય સંકટ જયારે ટોચ પર હતું, ત્યારે ર૦૧પમાં આ સિરીયન, જર્મની આવ્યો હતો અને તેને આશ્રય આપવાનો ઈન્કાર કરાયો હતો. તે હજુ સુધી અસ્પષ્ટ છે. કે શા માટે તેણે પીડિતો પર હુમલો કર્યો હતો. પોલીસ અનુસાર ભોગ બનેલાઓમાં એક પ૩ વર્ષીય અને એક પપ વર્ષીય, એમ બે જર્મન માણસો હતા, જેઓ ઉત્તર રહાઈન-વેસ્ટફેલિયાના પશ્ચિમી રાજયથી ડ્રેસડેનમાં વેકેશન પર આવ્યા હતા. સીરિયન દ્વારા કરાયેલા છરીના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પપ વર્ષીય વ્યકિતનું પાછળથી મોત નીપજયું હતું. શાળાના કલાસમાં પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)નું વ્યંગચિત્ર દર્શાવવા બદલ પેરિસ ઉપનગરમાં એક ચેચન કિશોરે એક ફ્રેન્ચ શિક્ષકનો શિરચ્છેદ કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.