અંકલેશ્વર, તા.૨૩
મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસને લઈ અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજની એક મીટિંગ અત્રેના શહેર પોલીસ મથક ખાતે એલ.ટી.એસ. સીએલના નાયબ પોલીસ અધીકક્ષ એમ.પી. ભોજાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં શહેરના તથા આજુબાજુના ગામના મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યાં હતા અને જેમાં સર્વ પ્રથમ નાયબ પોલીસ અધીક્ષક એમ.પી. ભોજણીએ પોતાના વકત્વયમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓને અપીલ કરી હતી કે, હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનો વાયરસની મહામારીમાં અંકલેશ્વર શહેરમાં કોઈ કેસ નથી જે જિલ્લાનું વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર તથા પ્રજાજનોને આભારી છે. જેથી આ કોરોના બીમારીએ આપણે ત્યાં પગપેસારો કર્યો નથી પરંતુ આવતા દિવસોમાં મુસ્લિમ સમાજને હું નમ્ર અપીલ કરૂ છુ કે, રોઝા નમાજ, બંદગી તમે તમારા ઘરે જ રહીને કરશો તથા કોઈપણ જગ્યા ટોળે વળશો નહીં અને પોલીસતંત્રને સાથ સહકાર આપશો. જે અપીલને મુસ્લિમ સમાજે તરત જ ઉપાડીને કહ્યું હતું કે અમો તમારી અપીલ સાથે જ છીએ અને પોલીસતંત્ર તેમને સાથ સહકાર આપીશું સાથે શહેરના અગ્રણી અરશદ કાદરીએ પોતાના વક્તવ્યમાં અપીલ કરતા જણાવ્યું હતું કે, આ કોરોના વાયરસની મહામારીમાં હાલમાં વહીવટીતંત્ર તથા પોલીસતંત્રનો સાથ સહકારમાં રમઝાન માસની ઉજવણી કરીશુ અને સરકારના કાયદાનું કોઈપણ ઉલ્લંઘન કરીશું નહીં તેમ તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ અત્રેના સિરાજ પટેલે પણ અપીલ સાથે જણાવ્યું હતું કે, આ બીમારીને લઈ શહેરમાં પોલીસતંત્રને સાથ રહીને અમારા તહેવાર રમઝાન માસની ઉજવણી કરીશું તેમ જણાવી તમામ માટે દુઆ ગુજારી હતી.
આ પ્રસંગે શહેર પી.આઈ. સિસોદિયા, મ્યુ.સભ્ય જહાંગીરખાન પઠાણે, રફીક ઝગડિયાવાલા, હાજી સઉદ શેખ, મહમદ અલી શેખ, સોકત ચીકીવાલા, અરસદ કાદરી, આરીફ બાવા, સૈયદ ઈબ્રાહીમ માંજરા, ફારૂક શેખ, એડવોકેટ સૈયદ, ફિરોજ પઠાણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.