અમરેલી, તા.૩
હાલ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે ત્યારે અમરેલીમાં ચાર યુવકોની ધરપકડ પોલીસે કરી હતી. પોલીસે ધરપકડ કરતાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી બેઠા ઘરણા પર ઉતર્યા હતાં.શહેરના રખડતા પશુઓને ઘાસચારો નાખતા સેવાભાવી યુવકોને પોલીસે ડીટેઈન કર્યા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. જો કે પોલીસે તમામને સમજાવીને લોકડાઉનમાં ઘરે રહેવા સમજાવ્યું હતું.
વિધાનસભાાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,ઘાસચારો ભરેલું ટ્રેકટર અને ૪ યુવકોને પોલીસે ડીટેઈન કર્યા હતાં.જેથી પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ધરણા પર બેઠાં હતાં.સેવાભાવી યુવકોને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કરતાં ધાનાણીએ જણાવ્યું હતું કે, આ રીતે ગાયોની સેવા કરવી ગુનો હોય તો અમે પણ ગુનો કર્યો છે.