વડિયા, તા. ર૪
વડિયા તાલુકાના વાવડી ગામેથી એક વર્ષ પહેલા રમેશજંપતી ઠુંચરની વાડીએથી ર-ભેંસ અને ૧-પાડરૂ કે જેની કિંમત ૧.૩૦, એક લાખ ત્રીસહજારની ચોરી થઈ હોવાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાઈ હતી વડિયાના ફરજાને તોડી ૪-દેવીપુજકો પુટીલીટીના આ ભેંસો ચોરી ગયા હોવાની પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલ હતી. આ દેવીપુજકોને પોલીસે પકડી પાડતા. આ આરોપીએ આ ભેંસો પાલીતાણા (જિ. ભાવનગર)ના રહેવાસી ખાટકી મહેબેબ ઈસ્માઈલને વેંચી હોવાની કબૂલાત આપતા ધામાએ આ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે અગાઉ આ આરોપી શિહોર મુકામે આવી ચોરીમાં ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.