કોઈનો ટાંટિયો ખેંચી તેને નીચે ગબડાવી દેવાની ટેવ માત્ર માનવીઓમાં જ હોય એવું નથી. બલ્કે તે વૃત્તિ કદાચ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ હોય છે. પરંતુ તેઓ પગ નહીં પણ પૂંછડી ખેંચે છે. આ તસવીરો ખેંચવા માટે ફોટોગ્રાફરોએ કેટલી રાહ જોઈ હશે તે સમજી શકાય છે. તેથી આ ફોટોગ્રાફરોની ધીરજની પ્રશંસા કરવી જોઈએ. મગરની પૂંછડી ખેંચતા સ્પૂનબીલ પક્ષીની તસવીર પ્રથમ દેખાય છે. ફીલ લેનુએ જ્યારે નામીબિયાના ઓકાંબારામાં મોરની પુંછડી ખેંચતી મર્કટની બીજી તસવીર બારકોફટ મીડિયાના કર્મીએ ખેંચી છે.