(એજન્સી) કોલકાતા , તા.૨૪
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતાં. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતાં. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનરજીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે ખુબ ખુબ દુઃખી, ફાલ્ટાથી ત્રણ વાર ધારાસભ્ય, અને ૧૯૯૮થી પાર્ટીના કોષાધ્યક્ષ તમોનાશ ઘોષે આપણેને છોડીને જવું પડ્યું. છેલ્લા ૩૫ વર્ષથી તેઓ લોકો અને પાર્ટી પ્રત્યે સમર્પિત હતાં. તેમણે પોતાના સામાજિક કાર્યોના માધ્યમથી ખુબ યોગદાન આપ્યું. સીએમ મમતા બેનરજીએ કહ્યું કે તેમણે એક ખાલીપણું છોડ્યું છે. જેને ભરવું ખુબ મુશ્કેલ બનશે. અમારા બધા તરફથી, તેમની પત્ની ઝરણા, તેમની બે પુત્રીઓ અને શુભચિંતકો પ્રત્યે હાર્દિક સંવેદનાઓ.