(એજન્સી) કોલકાતા ,તા. ૧૨
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ હવે સામૂહિક પ્રસારના સ્તર પર ફેલાઈ ચૂક્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ હવે હવાના માધ્યમથી ફેલાઈ રહ્યો છે. તેના પૂરાવાઓ પણ મળ્યા છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પુજાની તૈયારીઓ ચાલુ છે આની વચ્ચે મુખ્યમંત્રીનુ આ નિવદેનથી લોકોની ચિંતામાં વધારો થયો છે. પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોનાનાં ૩૬૧૨ સંક્રમિતો સામે આવ્યા છે. જે રાજ્યમાં આવેલા અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ છે. આ નવા કેસો સાથે કોરોના કેસોની કુલ સંખ્યા ૨,૯૪,૮૦૬ સુધી પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૫૬૨૨ લોકોનાં મોત થયા છે. સોમવારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું, કે, કેટલાંક એવા કેસ સામે આવ્યા છે જેમાંથી જાણવા મળ્યુ કે, કોરોના હવે હવાના માધ્યમથી ફેલાઈ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં સામૂહિક સ્તર પર પણ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ બધી જ દૂર્ગા સમિતીઓને આગ્રહ કર્યો છે કે, કોઈને પણ માસ્ક વગર મંડપની અંદર ઘૂસવા ન દેવામાં આવે. તેઓને અલગ ઝોનમાં રાખવામાં આવે, જો પૂજા સમિતી માસ્ક પૂરા પાડે તો આ સારી વાત છે. પરંતુ આપણે બધાથી આશા ન રાખી શકાય. સ્વાસ્થ્ય વિભાગની બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોનાથી રાજ્યમાં નવા ૫૯ લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૫૬૨૨ થઈ ગયો છે. શનિવારેે ૩૧૧૦ દર્દીઓ સાજા થઈ ગયા બાદ રાજ્યમાં રિકવરી રેટ ૮૭.૮૪ ટકા થઈ ગયો છે. પશ્ચિમ બંગાળમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૦૨૩૬ છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૪૨૬૧૧ સેંમ્પલો ટેસ્ટ કરવામાં આવ્યા છે.