(એજન્સી) તા.૧
પશ્ચિમ બંગાળની સરકારે “સ્કોચ” ઈનામ જીત્યો છે. આ વિશે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતે માહિતી આપી છે. ખરેખરમાં બંગાળમાં ત્રણથી છ વર્ષના બાળકોને ઓડિયો ટ્યૂટોરિયલ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા ઘરમાં જ શિક્ષણ પ્રદાન કરનાર કાર્યક્રમ માટે “સ્કોચ” ઈનામથી સન્માનિત કરાયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પુરસ્કાર જીતતા ટિ્‌વટ કર્યું કે, મને અત્યંત ગર્વ સાથે જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, પશ્ચિમ બંગાળ સરકારને ત્રણથી છ વર્ષના બાળકોને ઓડિયો ટ્યૂટોરિયલ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા ઘરમાં શિક્ષણ પ્રદાન કરનારા કાર્યક્રમ બદલ સર્વોચ્ચ “સ્કોચ” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. મમતાએ કહ્યું કે, મહામારીના સમયગાળા દરમિયાન પણ આપણા બાળકો સુધી શિક્ષા પહોંચાડવાની ખાતરી કરવામાં સહકાર આપવાવાળા બધા લોકોને હું અભિનંદન પાઠવું છું.