(એજન્સી) કોલકત્તા, તા.૧૩
પશ્ચિમ બંગાળની સરકારે ઓગસ્ટ માસ માટે રાજ્યમાં લોકડાઉનની નવી તારીખો જાહેર કરી હતી. આ અગાઉ સરકારે ઓગસ્ટ માસ સુધી સપ્તાહના દરેક અંતિમ બે દિવસોમાં સંપૂર્ણ તાળાબંધીની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોના વાયરસના કેસોએ મનોવિજ્ઞાનીક આંક એક લાખને પાર કર્યો હતો. ત્યારે ગઈકાલે મમતા બેનરજીની સરકારે રાજ્યમાં સપ્તાહના બે દિવસ માટે લોકડાઉનની નવી તારીખો જાહેર કરી હતી. રાજ્યમાં લોકડાઉનના પ્રસારને નિયંત્રિત કરવા મમતાએ જુલાઈ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે અલગ અલગ ક્ષેત્રોમાંથી સંપૂર્ણ લોકડાઉનમાંથી રાહત માટે માંગ ઉઠી હતી. તહેવારોની સીઝન અને સ્થાનિક પરંપરાઓને ધ્યાનમાં રાખી ચોક્કસ તારીખોએ લોકડાઉનમાંથી રાહત આપવા લોકોએ રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે ઓગસ્ટ માટે નવી તારીખો જાહેર કરી હતી. જે મુજબ હવે ૨૦ ઓગસ્ટ ગુરુવાર, ૨૧ ઓગસ્ટ શુક્રવાર, ૨૭ ઓગસ્ટ ગુરુવાર અને ૩૧ ઓગસ્ટ સોમવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્ય સરકારે આંશિક લોકડાઉન માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા હતાં. જે દરમ્યાન આવશ્યક ચીજ-વસ્તુઓની હેરાફેરીને મંજૂરી અપાશે. આ લોકડાઉન દરમ્યાન મેડિકલ સેવાઓ ચાલુ રખાશે. જો કે આ બે દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં તમામ ખાનગી દુકાનો બંઘ રખોશે. ઉપરાંત તમામ ખાનગી અને સરકારી ઓફિસો પણ બંઘ રહેશે. અગાઉ કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે ચાલુ માસના અંત સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંઘ રખાશે. આ સમય દરમ્યાન તમામ ખાનગી અને જાહેર પરિવહન સેવાઓ પણ બંઘ રહેશે. જો કે આ બે દિવસે રાજ્યમાં પેટ્રોલ પંપોને ચાલુ રખાશે.