અમદાવાદ,તા.ર૭
પશ્ચિમ રેલવેની ૪ર૧ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા ૮૪ હજાર ટનથી વધુ અતિઆવશ્યક સામગ્રીનું પરિવહન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનના દરમ્યાન પશ્ચિમ રેલવે દ્વારા દેશભરમાં જરૂરી વસ્તુઓ જેવી કે દૂધ, દવાઓ, ખાદ્ય સામગ્રી અને મેડિકલ સાધનો દેશના વિવિધ વિસ્તારોમાં પહોચાડવા હંમેશા વિશેષ ટ્રેનો દોડાવી છે. આ મહામારીમાં પશ્ચિમ રેલવેએ ર૪ માર્ચથી રપ જુલાઈ સુધી લગભગ ૮૪ હજાર ટન વજનવાળી સામગ્રીનું ૪ર૧ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવ્યું છે. એમ પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ અખબારી યાદીમાં જણાવ્યું છે.