અમદાવાદ,તા.૨૪
દેશમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં હાલ જમાનાની સાથે કેટલાય વિષયો નવા આવી ગયા છે અને કેટલાય નવા વિષયો ઉમેરાય છે. હાલનું ઉચ્ચ શિક્ષણ દેશના વિકાસ સાથે કદમ મિલાવે તે માટે વિચાર વિમર્શ જરુરી છે. દેશના પશ્ચિમ વિભાગની યુનિવર્સિટીઓના કુલપતિઓ આવા જ એક વિચાર વિમર્શ માટે ગાંધીનગર સ્થિત આઇઆઇટીઇ કેમ્પસમાં એકઠા થવાના છે. આઈ.આઈ.ટી.ઈ.ના ઉપકુલપતિ ડૉ. શશિરંજન યાદવે જણાવ્યું હતું કે, તા. ૨૭ અને તા.૨૮ નવેમ્બર દરમ્યાન બે દિવસીય સેમીનારમાં આઇઆઇટીઇ કેમ્પસમાં દેશભરમાંથી ૭૫ મહાનુભાવો ઉપરાંત ગુજરાતના ૧૫ જેટલા કુલપતિઓ પણ ભાગ લેશે. જેમાં શિક્ષણજગતની હસ્તીઓ પણ ખાસ હાજરી આપશે.ડો.યાદવે વધુમાં જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ઝોનમાં આવતા પ્રદેશોમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, પ્રદેશોમાં ૧૪૦ જેટલી યુનિવર્સીટીની તા.૨૭ નવેમ્બર સોમવાર અને ૨૮ નવેમ્બરે મંગળવાર એમ બે દિવસીય ઝોનલ મીટ મળવા જઇ રહી છે. યુનિવર્સીટીનું સંગઠન એસોસિએશન ભારતીય વિશ્વ વિધાલય સંઘ એ સરકાર માન્ય સંગઠન છે. જે સમગ્ર દેશની વિશ્વ વિધાલય રમતગમત, યુથ ફેસ્ટીવલ, સંશોધન, એકેડેમીક ક્વોલીટીના વર્કશોપ, સેમીનારમાં અધતન ધટનાની ચર્ચા પરદેશ ગમનમાટે અગત્યનું એસોસિએટ ડિગ્રીનું ઇકવીવેલન્ટનું સર્ટી ગણવામાં આવે છે, તેના મહાનુભાવો ખાસ હાજરી આપશે. આઈ.આઈ.ટી.ઈ.ના ઉપકુલપતિ ડૉ. શશિરંજન યાદવે ઉમેર્યું હતું કે, આ બે દિવસીય સેમીનારમાં યજમાન આઈ.આઈ.ટી.ઈના પ્રશ્નોની થીમ પણ નક્કી કરાશે. જે એક માત્ર ગુજરાતની ટીચર યુનિવર્સીટી ઇનોવેશન(નવા વિચારો)થી ચાલતી સંસ્થામાં ગણના પામે છે. જયપુર, જોધપુર, ઉદયપુર,મુંબઈ, કોલ્હાપુર, પુના અને ગુજરાત સહિતની ખ્યાતનામ યુનિવર્સિટીના કુલપતિઓ તા.૨૮ થી ૨૯ સવારે સાડા દશથી આઈ.આઈ.ટી.ઈ કેમ્પસમાં“બ્રેન સ્ટોર્મીંગ“ મનોમંથન પણ કરશે. આ સેમીનારનો મુખ્ય મહેમાન રાજ્યપાલ ઓ.પી.કોહલીનાં વરદહસ્તે શુભારંભ થશે. માનવંતા વકતા તરીકે આઈ.આઈ.એમના પદ્મશ્રી અનિલ ગુપ્તા “પાયાના નવા વિચારો- ગ્રાસ ટુર ઈનોવેટર” કે જેઓ ખાસ કરીને તેમની ભારત એક ખોજ યાત્રાના લીધે ખુબજ જાણીતા છે, તેઓ ખાસ વકતવ્ય આપશે. જયારે સમાપન સમારંભમાં આઈ.આઈ.એમના નવા વિચારો સશોધન કેન્દ્રના વડા અને અર્થશાસ્ત્રી પ્રો. રાકેશ બસંલ તેમનું વક્તવ્ય આપશે.