નવી દિલ્હી, તા. ૧૯
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે એક સફળ ક્રિકેટર છે પણ તેને અહીં પહોંચવા માટે સખત મહેનત કરવી પડી છે અને આજે આ સ્થાને જળવાઈ રહેવા માટે ખૂબ મહેનત કરે છે. આમ તો કોહલી પોતાના દિલની વાત ખુલીને કરે છે પણ પોતાના પરિવાર અંગે તે વધુ વાતો કરતો નથી પણ તાજેતરમાં જ ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીની સાથે તેણે પોતાના જીવનની એક મહત્ત્વની ઘટના શેર કરી હતી. કોહલીએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેના પિતા પ્રેમ કોહલીએ દિલ્હી ટીમમાં તેના સિલેક્શન માટે લાંચ આપવાની ના પાડી દીધી હતી. ૩૧ વર્ષીય કોહલીએ કહ્યું કે, તે એક નિયમિત ખેલાડી તરીકેના સિલેક્શનના માપદંડમાં ફિટ બેસતો નહોતો પણ અધિકારીઓએ તેના પિતા પાસે લાંચ માંગી જેથી કોહલીને ટીમમાં રાખી શકાય. જો કે વિરાટના પિતાએ સ્પષ્ટપણે લાંચ આપવાની ના પાડી દીધી અને કહ્યું હતું કે, તેમનો દીકરો માત્ર મેરિટના આધારે જ રમશે. તેણે કહ્યું કે, મારા હોમ સ્ટેટ દિલ્હીમાં ઘણીવાર એવી બાબતો બને છે જે યોગ્ય નથી હોતી. ઘણીવાર લોકો સિલેક્શન માટે નિયમોનું પાલન નથી કરતાં. તેમણએ મારા પિતાને કહ્યું કે, મારા સિલેક્શનની શક્યતા છે પણ થોડી લાંચ મારા તેને કન્ફર્મ કરી દેશે. વિરાટે કહ્યું કે, મારા પિતા જેઓ એક ઇમાનદાર મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવતાહતાં. તે પોતાની મહેનતે કારણે એક સફળ વકીલ બન્યા. તેમને થોડું વધુનો અર્થ પણ ખબર નહોતી. મારા પિતાએ સ્પષ્ટપણે કહ્યું, જો તમારે વિરાટનું સિલેક્શન કરવું હોય તો તે સંપૂર્ણ મેરિટના આધારે થશે. હું કશું જ એક્સ્ટ્રા નહીં આપું.
પસંદગી માટે મારા પિતા પાસે લાંચ માંગવામાં આવી હતી : કોહલી

Recent Comments