નવી દિલ્હી, તા. ૧૧
૬૧ વર્ષના વરિષ્ઠ વકીલ ઇન્દુ મલ્હોત્રા અને ૫૯ વર્ષના ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ કેએમ જોસેફની સુપ્રીમ કોર્ટના નવા જજો તરીકે નિમણૂંક કરવાની ભલામણ કરવામાં આવી છે. જો સરકાર આ ભલામણને મંજૂરી આપશે તો ઇન્દુ મલ્હોત્રા ત્રણ દશક પછી દેશના પ્રથમ એવા વકીલ હશે જેઓની સીધી સુપ્રીમ કોર્ટના જજ તરીકે પસંદગી થઇ હોય. ૩૦વર્ષ પહેલા લીલા શેઠની પસંદગી થઇ હતી. વર્ષ ૨૦૦૭માં તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા સિનીયર વકીલ તરીકે નિમાયેલા બીજા મહિલા વકીલ બન્યા હતા. તેઓ લવાદી કેસોમા નિપુણ છે. જસ્ટિસ એમ ફાતિમા બીબી૧૯૮૯માં સુપ્રીમ કોર્ટમાં પ્રથમ જજ બન્યા હતા.
ઇન્દુ મલ્હોત્રા : સિનિયર વકીલ ઇન્દુ મલ્હોત્રા છેલ્લા ૩૦ વર્ષથીેસુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૭માં તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા સિનીયર વકીલ તરીકે નિમાયેલા બીજા મહિલા વકીલ બન્યા હતા. તેમણે લો એન્ડ પ્રેક્ટિસ ઓફ આર્બિટ્રેશન એન્ડ સોન્સિલિએશન ૨૦૧૪નો ત્રીજો ભાગ લખ્યો હતો જે એપ્રિલ ૨૦૧૪માં પ્રસિદ્ધ થઇ હતી. તેઓ કાયદાના લવાદના નિષ્ણાત છે. ડિસેમ્બર ૨૦૧૬માં તેઓ મિનિસ્ટ્રી ઓફ લોમાં હાઇ લેવલ કમિટી (એચએલસી)ના સભ્ય બન્યા હતા અને ભારતમાં સંસ્થાકીયકરણ અને લવાદના માળખાની સમીક્ષા કરવા ભારત સરકારના જજ નિમાયા હતા. હાલમાં સુપ્રીમ કોર્ટમાં આર ભાનુમતી એકમાત્ર મહિલા જજ છે.
કુટ્ટીયીલ મેથ્યૂ જોસેફ : વર્ષ ૨૦૧૬માં કુટ્ટીયીલ મેથ્યૂ જોસેફે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનને રદ કર્યું હતું. કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે ભટ્ટાચાર્ય હવે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે.
છત્તીસગઢ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીબી રાધાકૃષ્ણનની આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના અભિલાષા કુમારીની મણિપુરના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી છે. એ ડોમિનીકને કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયા છે. જસ્ટિસ અજય રસ્તોગીની ત્રિપુરા હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના સૂર્યકાંતને હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે.
હરિશ રાવતને ૨૦૧૬માં ફરી સત્તા પર આવવાની પરવાનગી આપવાનો ચુકાદા આપવાના એક મહિના બાદ જ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ કેએમ જોસેફની હૈજરાબાદમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત હાઇકોર્ટમાં બદલી કરી હતી.
નિયમો અનુસાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજોની બદલી, નિમણૂંક તથા પસંદગીની ભલામણને સરકારમાં મોકલવી પડે છે. સરકાર એકવાર ફાઇલ પરત મોકલી શકે છે પરંતુ જો કોલેજિયમ તેમાં કોઇ ફેરફાર ન કરે તો તેને માન્ય રાખવું પડે છે.કોલેજિયમ દ્વારા ફરીવાર કહેવા છતાં મોદી સરકાર કેટલાક પ્રસંગોએ આવી ફાઇલો પરત કરી ચૂકી છે.
પહેલીવાર સુપ્રીમ કોર્ટના જજ તરીકે મહિલા વકીલને સીધી બઢતી મળશે

Recent Comments