(એજન્સી)                 તા.૨

કોરોના સંકટનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડમાં માત્ર ૫ જ દિવસમાં અધ્ધધ.. ૩,૦૭૬ કરોડ રૂપિયાની રકમ જમા થઇ ગઇ. આ અંગે પૂર્વ નાણામંત્રીએ સવાલ કર્યો કે પીએમ આના ડોનર્સના નામ જાહેર કરતા કેમ ડરો છો ?

સરકારે જારી કરેલા ઓડિટ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ના સ્ટેટમેન્ટ મુજબ ૨૭થી ૩૧ માર્ચ દરમિયાન સૌથી વધુ ફંડ આવ્યું. આ ગાળામાં ૩,૦૭૬ કરોડ રુપિયાનું દાન મળ્યું. તેમાંથી ૩,૦૭૫.૮૫ કરોડ રૂપિયા ઘરેલુ અને સ્વૈચ્છિક છે. જ્યારે ૩૯.૬૭ લાખ રુપિયા વિદેશમાંથી યોગદાન છે. આ ફંડની શરૂઆત ૨.૨૫ લાખ રુપિયાથી કરાઇ હતી. આ ફંડમાં આશરે ૩૫ લાખની આવક વ્યાજથી પણ થઇ છે.

પીએમ કેર્સ ફંડની વેબસાઇટ પર ઓડિટ સ્ટેટમેન્ટ શેર કરવામાં આવ્યુ છે. પરંતુ તેની નોટ ૧થી ૬ સુધીની માહિતી જાહેર કરાઇ નથી. તેનો મતલબ એ થયો કે સરકારે ધરેલુ અને વિદેશી દાતાની વિગતો દર્શાવી નહીં. જેથી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ટ્‌વીટ કરી સવાલ ઊઠાવ્યો છે કે, આ ડોનર્સની માહિતી કેમ જાહેર કરાઇ નથી. દરેક દ્ગર્ય્ં કે ટ્રસ્ટ એક મર્યાદાથી વધુ દાન કરનારા દાતાના નામ જાહેર કરવા બંધાયેલા છે. આ જવાબદારીમાંથી ઁસ્ ઝ્રછઇઈજી હ્લેંદ્ગડ્ઢને છૂટ કેમ આપવામાં આવી છે ? દાન મેળવાનારા જાહેર છે. દાન મેળવનારા ટ્રસ્ટી જાહેર છે તો આ ટ્રસ્ટી દાતાઓના નામ જાહેર કરવાથી ડરે છે કેમ?

નોંધનીય છે કે કોરોના સંકટને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પ્રાઇમ મિનિસ્ટર સીટિઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ (ઁસ્ ઝ્રછઇઈજી હ્લેહઙ્ઘ)ની શરુઆત કરાઇ હતી. જેમાં કોઇ પણ દાતા કોરોના મહામારી સામે લડવા સરકારને ગમે તેટલી રકમ કરી શકતા હતા.નાણાંમંત્રી પી. ચિદમ્બરમે વડાપ્રધાન મોદીએ કરેલા એક જૂના નિવેદનને ટિ્‌વટ કર્યું અને સરકાર પર નિશાન સાધ્યું છે.

પી. ચિદમ્બરમે લખ્યું છે કે, “હું વડાપ્રધાનને એ જ વાત કરવા ઇચ્છું છું, જે આ નિવેદનમાં કરવામાં આવી છે.” પૂર્વ મંત્રીએ વડાપ્રધાન મોદીના ૨૦૧૩ના એક ટિ્‌વટને સ્ક્રીનશૉટ સાથે રિટિ્‌વટ કર્યું છે. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં. મોદી ૨૦૧૩માં જ્યારે ગુજરાતના સીએમ હતા. ત્યારે તેમણે તાત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમને સંબંધીને ટ્‌વીટ કરી હતી. જે આ મુજબ છેપ.“અર્થવ્યવસ્થા સંકટમાં, યુવાઓને નોકરી જોઇએ. એવામાં રાજનીતિ નહીં પરંતુ અર્થવ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપો. ચિદમ્બરમ જી, મહેરબાની કરીને પોતાના કામ પર ફોકસ કરો.”