(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં એકલા બાળક સાથે પડોશી યુવકે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. જો કે, રાત્રે માતા પરત તેણીએ પુત્રને સાથે લઇ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. બનાવની વિગત એવી છે કે, પાંડેસરા નાગસેન નગરમાં રહેતી મહિલા દેશી દારૂનો વ્યવસાય કરે છે. ગત તા.૬-૦૧-૨૦૧૯ના રોજ પાંડેસરા પોલીસે મહિલાને દેશી દારૂનો વ્યવસાય કરતા પકડી પોલીસ મથકે લઇ ગયા હતા અને તેણી પર દેશી દારૂ વેચવાનો કેસ કર્યો હતો. બપોરે પોલીસ મહિલાને કોર્ટમાં લઇ ગઇ હતી. આ દરમિયાન મહિલાનો પાંચ વર્ષનો માસુમ પુત્ર ઘરમાં એકલો હતો. જેથી મહિલાના પાડોશમાં જ રહેતા રોહિત છોટુ બેડસેએ તેના પાંચ વર્ષના પુત્ર પર દાનત બગાડી હતી. બપોરના રોહિત તેણીના ઘરમાં આવ્યો હતો અને પુત્ર એકલો હોવાનો લાભ ઉઠાવી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી ફરાર થઇ ગયો હતો. રાત્રે મહિલા કોર્ટમાંથી છૂટી પરત આવતા પુત્રએ સઘળી હકીકત જણાવી હતી. જેથી મહિલા પુત્રને લઇને પોલીસ મથકે પહોંચી ગઇ હતી. પોલીસે હાલ તો મહિલાની ફરિયાદ લઇ રોહિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.