સુરત, તા.૧ર
પાંડેસરાની જલારામ નગર સોસાયટીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા રવિન્દ્ર લીલાચંદ પટેલ ઉપર તા.૧૭ મેના રોજ મોબાઈલ નં.૬૨૮૯૦-૬૫૬૩૨ પરથી કોલ કરી ભેજાબાજે પોતાની ઓળખ આઈડિયા કેરમાંથી બોલું છું અને તમારો સીમ કાર્ડ ૩જીમાંથી ૪જીમાં અપગ્રેડ કરવો પડશે નહીં તો ૨૪ કલાકમાં સીમ કાર્ડ બંધ થઈ જશે, એમ કહી મોબાઈલ નં.૮૬૩૭૮-૮૪૫૫૩ પરથી સીમ કાર્ડ નંબર લખેલો ટેક્સ મેસેજ મોકલાવ્યો હતો. રવિન્દ્રએ ટેક્સ મેસેજનો વાય લખી રિપ્લાય આપ્યા હતા. ટેક્સ મેસેજ પર રિપ્લાય આપ્યા બાદ ભેજાબાજે રવિન્દ્રનો મોબાઈલ નંબર તેના આઈસીઆઈસીઆઈ ઓનલાઈન બેંક ખાતા સાથે કનેક્ટ હોવાથી હેક કરી એક પછી એક ૨૮ જેટલા ટ્રાન્જેક્શન થકી કુલ રૂા.૬.૪૦ લાખ ઉપાડી લીધા હતા. રવિન્દ્રએ આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.