(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
શહેરના પાંડેસરા વિસ્તારમાંથી મળેલી મૃતક બાળકીની ઓળખ આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના મારકાપુરના વ્યક્તિએ પોતાની પુત્રી હોવાની કરી હતી. પરંતુ મૃતક બાળકીની ફિંગર પ્રિન્ટ આધારકાર્ડ સાથે મેચ ન થતાં તેમજ ગુમ થયેલી પુત્રી અને મૃતક બાળકીની હાઈટમાં પણ ડાઉટ જણાતા હવે ડીએનએ ટેસ્ટ બાદ જ ઓળખ શક્ય બનશે. ગતરોજ સુરત પોલીસ કમિશનરને ફોન કરીને આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના વ્યક્તિએ પાંડેસરામાંથી મળેલ મૃતક બાળકોનો ફોટોગ્રાફ તેની ગુમ થયેલી પુત્રી સાથે મળતો આવતો હોવાનું જણાવ્યું હતું. મૃતકનો મૃતદેહ જાયા બાદ બાળકી પોતાની હોવાનું ઓળખી બતાવ્યું હતું. આંધ્રપ્રદેશ પોલીસ સાથે આવેલ વ્યક્તિ પોતાની ગુમ થયેલી પુત્રીનો આધારકાર્ડ અને ગુમ થયેલાની એફઆઈઆર તેમજ પેમ્ફલેટ પોસ્ટર પણ લઈ આવ્યા હતા. તેમની પુત્રી ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ગુમ થઈ હોવાની ફરિયાદ પ્રકાશમ જિલ્લાના માકરપુર ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. ગતરાત્રે શહેર પોલીસે મૃતક બાળકીના ફિંગર પ્રિન્ટ ડેટા મેચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે આધારકાર્ડ સાથે મેચ થયો ન હતો. પિતાએ જણાવ્યું કે આધારકાર્ડ બનાવતી વખતે બાળકીના ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા ન હતા. પોલીસે મૃતક બાળકી અને પિતાનું ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. ડી.એન.એ રિપોર્ટ આવતા એક સપ્તાહ જેટલો સમય થશે. ત્યાર બાદ જ બાળકીની ઓળખ શક્ય બનશે. હાલ પોલીસે મૃતકની લાશને સિવિલના પીએમ રૂમ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મુકી રાખી છે.
પાંડેસરાની મૃતક બાળકી પોતાની પુત્રી હોવાનો આંધ્રપ્રદેશના વ્યક્તિનો દાવો

Recent Comments