(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
પાંડેસરા ગોપાલનગરમાં રહેતી મહિલાએ તેના પતિ સામે થતી અટકાયતી પગલાની કાયદેસરની કાર્યવાહી અટકાવવા માટે પોલીસ મથકને માથે લીધુ હતું તેમજ પીએસઆઈ સહિતના કર્મચારીઓને અભદ્રભાષામાં ધમકી આપી ધક્કો માર્યો હતો.
પાંડેસરા ગોપાલનગરમાં સોમવારે સાંજે રામ શિવબરન તિવારીનો તેની બાજુમાં રહેતા પડોશી સાથે ઝઘડો થયો હતો જે અંગેનો કોલ પોલીસ કન્ટ્રોલને મળતા પીસીઆર બંને જણાને પોલીસ સ્ટેસન લઇ આવી હતી અને બંને પક્ષો સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન રામ શિવબરનની પત્ની પુનમબેન પોલીસ મથકમાં આવી હતી અને તેના પતિ શિવબરન સામે થતી કાયદેસરની કાર્યવાહી અટકાવવા માટે પોલીસ મથકમાં જારજારથી બુમો પાડી હતી.ત્યારબાદ પીએસઆઈ એમ.એમ.મોર્યા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુકી કરી ધાક ધમકી આપી હતી.જેથી બનાવ અંગે પીએસઆઈ એમ.એમ.મોર્યાએ પુનમબેન તિવારી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.