(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની નવ વર્ષની એક બાળકી ગઇકાલે ઘર પાસે રમતી હતી ત્યારે ઘર પાસે રહેતો નરાધમ બાળકીને રૂમમાં લઇ ગયો હતો અને અડપલાં કરવા લાગ્યો હતો. જો કે, સમય તેની માતા ત્યાં પહોંચી જતા નરાધમ ભાગી છૂટ્યો હતો અને ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી.
પાંડેસરામાં રહેતા શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકી ગઇકાલે બપોરના આસરામાં ઘર પાસે રમતી હતી. ત્યારે નજીકમાં રહેતા નરાધમ નંદવન ચંદ્રેશ્વર શાહુએ વિમલ લાવવાને બહાને બાળકીને બોલાવ્યો હતી અને તેણીને પોતાના રૂમમાં લઇ ગયો હતો ત્યારબાદ બાળકીના કપડા કાઢી અપડલાં કરતો હતો. તેની કરતૂત જોઇ બાળકી બૂમો પાડવા લાગી હતી. ત્યારે તેની માતાએ તાત્કાલિક ત્યાં દોડી આવતા નરાધમ નંદવન શાહુ ભાગી છૂટ્યો હતો. જ્યારે ઘટનાને પગલે વિસ્તારણાં ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોએ આ બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે.