(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના પાંડેસરા ગણેશનગરથી વડોદગામ જવાના રસ્તા પર ગરનાળા નજીક આવેલા ગરટમાંથી અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી આવતા સ્થાનિક રાહદારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા ગણેશનગરથી વડોદગામ જવાના રસ્તા પર આવેલ ગટરમાંથી દુર્ગંધ આવતી હતી એક સાહદારીએ ગટરના ખુલ્લા ઠાંકણમાં જાતા અંદર એક મૃતદેહ જણાઈ આવતાં ચોકી ગયો હતો અન્ય રાહાદારીઓની મદદથી આ બનાવ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ગટરના ખુલ્લા ઢાંકણાંતઈ અસહ્ય દુર્ગંધ આવતી હતી. ગટરમાં કોહવાઈ ગયેલ મૃતદેહને બહાર કાઢતા તેની ઓળખ થઈ શકી ન હતી. મૃતકે જીન્સ પહેરેલ હોવાથી લાશ કોઈ અજાણ્યા જીવાનની હોવાનું જણાવી હાલ પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાશનો કબ્જા લઈ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી છે. પી.એમ. બાદ મોતનું સાચુ કાર જાણવા મળશે.
પાંડેસરા : ગટરમાંથી અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી

Recent Comments