નવી દિલ્હી, તા.૨૬
પાકિસ્તાનના ક્રિકેટર અને મિડલ ઓર્ડર બેટ્‌સમેન બાસીત અલીએ જણાવ્યું હતું કે સચિન તેંડુલકર પાકિસ્તાન સામે રમતો હોય ત્યારે કોઈ ખેલાડીની હિંમત ન હતી કે તેને સ્લેજિંગ કરે. તેની સામે સ્લેજિંગ કરવું તે જોખમકારક બની શકે તેમ હતું. બાસીતે એમ પણ જણાવ્યું હતું કે સચિનની બોલિંગ ક્ષમતા જોયા બાદ એમ કહી શકાય નહીં કે તે કામચલાઉ બોલર હતો. તે એવી રીતે બોલિંગ કરતો હતો કે તેને પાર્ટ ટાઇમ બોલર કહી શકાય જ નહીં. બાસીત અલી શોમાં તેણે ભારતીય ક્રિકેટરો સામે થતી સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી વધુ સ્લેજિંગ કરનારા વિકેટકીપરમાં તેણે ભારતના નયન મોંગિયાનો ઉલ્લેખ કર્યો હતો.