કરાચી, તા.૩૧
બોલ ટેમ્પરીંગ મામલાએ ઓસ્ટ્રેલિયાને હચમચાવી નાખ્યું છે. સ્મિથે સ્વીકાર કર્યો કે રિવર્સ સ્વિંગ કરવા માટે ટીમે રણનીતિ બનાવી બોલ ટેમ્પરીંગ કર્યું હતું. જો કે આ પહેલીવાર નથી જ્યારે રિવર્સ સ્વિંગને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. રિવર્સ સ્વિંગ કરવામાં પાકિસ્તાની બોલરો નિષ્ણાંત છે પણ બોલ ટેમ્પરીંગના વિવાદોથી તેઓ પણ ક્યારેય અલગ રહ્યા નથી. જો કે રિવર્સ સ્વિંગનો જેટલો ભય પાકિસ્તાની બોલરોએ ઊભો કર્યો તેટલો બીજું કોઈ કરી શક્યુ નથી. ઝડપથી સાથે રિવર્સ સ્વિંગથી પાકિસ્તાની બોલરોએ વિશ્વભરના બેટસમેનોને નચાવ્યા છે. પાકિસ્તાની બોલરો માનતા રહ્યા છે કે છેતરપિંડી કર્યા વિના પણ રિવર્સ સ્વિંગ મેળવી શકાય છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝને રિવર્સ સ્વિંગના જનક કહેવાય છે. તેમણે આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો કે રિવર્સ સ્વિંગ કરવા માટે તમને બોલ ટેમ્પરીંગની જરૂર પડે છે. તેમણે એએફપીને જણાવ્યું કે આ કહેવું ખોટું છે. કે રિવર્સ સ્વીંગ ચીટિંગ છે. તમે બોલ ટેમ્પરીંગ કર્યા વિના પણ રિવર્સ સ્વીંગ કરી શકો છો. વકારયુનુસે પણ કહ્યું કે બોલ ટેમ્પરીંગ વિના પણ રિવર્સ સ્વિંગ કરી શકાય છે. આ આરોપોએ ઘણું દુઃખ પહોંચાડ્યું.