નવી દિલ્હી, તા.૭
ટીમ ઈન્ડિયાના કપ્તાન વિદેશી પ્રવાસોમાં પણ વિરોધી ટીમોને ભારે પડી રહ્યો છે. દ.આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં કોહલીએ શાનદાર સદી ફટકારી. આ તેની વન-ડેમાં ૩૩માં સદી હતી તે અત્યાર સુધી પ૪ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચૂક્યો છે. પાકિસ્તાનના કોચે તેના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે. પાક.ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે કહ્યું કે પાકિસ્તાનમાં બોલર કોહલીનું સદી બનાવવું મુશ્કેલ કરી દેશે. કોહલી શાનદાર ખેલાડી છે પણ અમારી ટીમ તેના માટે મુશ્કેલી ઊભી કરી દેશે. હું કોહલીની બેટિંગનો પ્રશંસક છું. તેમણે આશા વ્યકત કરી છે કે ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે સિરીઝ રમાશે. ર૦૦૯માં પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમ ઉપર હુમલા બાદ આઈસીસીએ પાકિસ્તાનમાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે પાકિસ્તાનમાં સિરીઝ ફરી શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાનમાં અંતિમ પ્રવાસ ર૦૦પમાં થયો હતો ત્યારબાદ કોઈ સિરીઝ પાકિસ્તાનમાં રમાઈ નથી.