મોરબી,તા.૧૯
કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે અને દેશના નાગરિકો પાકિસ્તાન સાથે બદલો લેવા માંગ કરી રહ્યા છે ત્યારે મોરબીની એક સિરામિક ફેકટરીમાં પાકિસ્તાનના રાષ્ટ્‌ધ્વજ સાથે પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઈલ્સ બનતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે.
સિરામિક હબ મોરબીમાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને વાહનોમાં પાકિસ્તાન મુર્દાબાદ નારા ઉપરાંત મોરબીમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ રોડ પર દોરીને વિરોધ કરાયો છે ત્યારે મોરબી નજીક આવેલી સિરામિક ફેક્ટરીએ પાકિસ્તાન ધ્વજ અને ઉપર પાકિસ્તાન મુર્દાબાદ લખાયું છે.
તો સોશ્યલ મીડિયામાં વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો એમ પણ લખી રહ્યા છે કે આ ટાઈલ્સ હાઈવે પરના ટોયલેટમાં લગાવાશે અને જરૂરત પડ્યે શહેરના તમામ ટોયલેટમાં લગાવીશું વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.