(એજન્સી) કરાચી, તા.૧૯
પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકીમાં એક વાહનને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં સિંધ રેન્જના જવાનો સામેલ છે. સ્થાનિય પોલીસ અનુસાર સિંધ રેન્જના વાહને ઘોટ્ટા બજારના વિસ્તારમાં નિશાન બનાવવામાં આવ્યું. વિસ્ફોટ બાદ મૃતદેહોને હોસ્પિટલ મોકલવાામાં આવ્યા અત્યાર સુધી કોઈએ પણ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આની પહેલાં ૧૨ જૂને પાકિસ્તાનના રાવલપીંડીના ભીડવાળા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો.