(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના મીરાજ ફાઈટર વિમાનોએ પાકિસ્તાન સ્થિતિ જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર હુમલો કરી તેને તબાહ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ અને તેના કમાન્ડરો માર્યા ગયા હતા. તેમ વિદેશ સચિવ વિજય ગાખલેએ કહ્યું છે. તેમણે કહ્યું કે નોન મિલિટરી પ્રિએમ્પટીવ એકશનમાં ખાસ કરીને આંતકવાદી શિબિરોને નિશાન બનાવાઈ જે પર્વતો પર છે. પાટનગરથી ૧૯પ કિ.મી. દૂર તેમજ મુઝફ્ફરાબાદથી ૪૦ કિ.મી. દૂર છે. એએનઆઈ સૂત્રોના હવાલેથી જણાવાયું છે કે બાલકોટના જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો છે. જ્યાં આતંકીઓ પાસે ર૦૦ ઓટોમેટિક રાઈફલ્સ, કારતુસનો ભંડાર, હેન્ડગ્રેનેડ, વિસ્ફોટક તેમજ ડીપોનેટર છે. જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને આઈએએફએ તબાહ કર્યા. જેમાં મોટાપાયે આતંકવાદીઓ અને તેમના માસ્ટરો માર્યા ગયા. દરમ્યાન પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હુમલા બાદ આપાતકાલિન બેઠક બોલાવી છે. જેમાં પૂર્વ વિદેશ સચિવ અને વરિષ્ઠ રાજનીતિક સામેલ થયા. જેમાં હાલતની ચર્ચા થશે. ભારતીય વાયુ દળના વિમાનો કાર્યવાહી બાદ સુરક્ષિત પરત ફર્યા હતા. પાકિસ્તાન ઈન્ટર સર્વિસના ડીજી આસીફ ગફૂરે કહ્યું કે ભારતીય વાયુસેનાના વિમાનોએ ઉતાવળે પરત ફરવા બોમ્બ વર્ષા કરી હતી. જે બોમ્બ બાલાકોટ પાસે પડ્યા હતા.
એરફોર્સ હાઈએલર્ટ પર-ભારતે કરેલા હુમલા બાદ પાકિસ્તાનના વળતા પ્રહારની આશંકા જોતાં એરફોર્સના તમામ સૈન્ય અડ્ડાઓ હાઈ એલર્ટ પર છે. સીમા પાર કે બંદર કોઈપણ ઘટનાનો મુકાબલો કરવા ભારત તૈયાર છે. તેમજ ઘૂસપેઠ રોકવા ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરાઈ છે. હવાઈ રડાર પાકિસ્તાનની અંદરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.
ડ્રોન તોડી પડાયું – દરમ્યાન મંગળવારે સવારે ગુજરાતની કચ્છ સરહદે સીમા સુરક્ષા દળે ભારતીય સરહદમાં ઘૂસેલા એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.