(એજન્સી) નવી દિલ્હી, તા.૩
પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ૧૦ આતંકવાદીઓને સંભળાવેલી મોતની સજાને આજે મંજરી આપી દીધી છે. આ આતંકવાદીઓમાં પ્રસિદ્ધ સૂફી કવ્વાલ અમજદ સાબરીના હત્યારાઓ પણ સામેલ છે. આર્મીના મીડિયા ડિવીઝને એક નિવેદનમાં જણાવ્યું કે, વિશેષ સૈન્ય અદાલતોએ આતંકવાદીઓની સુનવણી કરી. આ આતંકવાદીઓ ૬૨ લોકોની હત્યા અને પેશાવરની એક હોટલ પર હુમલા જેવી અનેક અપરાધિક ઘટનાઓમાં સામેલ રહ્યાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આતંકવાદીઓમાંથી બે સુરક્ષા દળો પર પણ હુમલામાં સામેલ રહ્યાં છે. આવી જ એક ઘટનામાં ૧૭ અધિકારીઓના મોત થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, જૂન ૨૦૧૬માં અમજદ સાબરીની કરાચીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અમજદ કેટલાક દિવસ પહેલા જ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યા હતા. સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સાબરી બ્રધર્સની ફેમસ કવાલી ’ભર દો જોલી’ને સામેલ કરવામાં આવી હતી, જેને લઈને અમજદે નારાજગી પણ વ્યક્ત કરી હતી. અજમદે કાનૂની નોટીસ મોકલીને આરોપ લગાવ્યો હતો કે, તેમના પિતા ગુલામ ફરીદ સાબરીની આ પ્રસિદ્ધ કવ્વાલીને મંજૂરી વગર ફિલ્મમાં સામેલ કરવામાં આવી છે, આ કવ્વાલીને અદનાન સામીએ ગાઈ અને તે ખુબ જ ફેમસ થઈ.
પાકિસ્તાનમાં સૂફી કવ્વાલ અમજદ સાબરીના હત્યારા સહિત ૧૦ આતંકીઓને મોતની સજા

Recent Comments