(એજન્સી) તા.૨૨
પાકિસ્તાન એ આતંકી અને કટ્ટરપંથી સંગઠનોને મદદ કરે છે જે ભારત વિરોધી પ્રવૃતિઓ કરે છે અને અહીં પ્રતિબંધિત છે. આ ખુલાસો ભારતીય ગૃહમંત્રાલયના દસ્તાવેજમાં કરાયો હતો. તેમાં જણાવ્યાનુસાર પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર બિન્દુ છે અને તેના ત્યાં ગેરકાયદે સંગઠનોની ભરમાર છે. આ સંગઠનોમાં તાજેતરમાં પ્રતિબંધિત કરાયેલ જમાત-ઉદ-દાવા પણ સામેલ છે. પાકિસ્તાન ભારતમાં પ્રતિબંધિત અડધાથી વધારે સંગઠનોને ઉશ્કેરે છે અને આર્થિક મદદ પણ પૂરી પાડે છે. પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓર્થોરિટી(એનસીટીએ) અત્યાર સુધી ૬૯ આતંકવાદી સંગઠનોને પ્રતિબંધિત કરી ચૂકી છે. દસ્તાવેજ મુજબ પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરમાં સક્રીય હિઝબુલ મુજાહિદ્દીન, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને અલ બદ્ર જેવા મુખ્ય આતંકી સંગઠનોને લઈને આંખે પાટા બાંધીને બેસ્યું છે. પાકિસ્તાને પુલવામા હુમલા બાદ વૈશ્વિક દબાણ વચ્ચે ગુરુવારે ૨૦૦૮ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલા-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પુલવામા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. જમાત ઉદ દાવા પાકિસ્તાનમાં ૩૦૦ મદેરસા તથા સ્કૂલો, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરે છે. બંને અન્ય સમૂહોના લગભગ ૫૦,૦૦૦ સ્વયંસેવક અને સેંકડો અન્ય કર્મચારીઓ પણ છે. એનસીટીએ મુજબ પ્રતિબંધિત કરાયેલ મોટાભાગના સંગઠન બલૂચિસ્તાન, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને સંઘીય શાસન હેઠળના કબાયતી વિસ્તારોમાં સ્થિત છે. ભારતીય ગૃહ મંત્રાલયના દસ્તાવેજ જણાવે છે કે ભારતના કુલ ૪૧ પ્રતિબંધિત આતંકવાદી સમૂહોમાંથી લગભગ અડધા તો પાક દ્વારા પોષણ મેળવે છે કાં તેમનું નેતૃત્વ પાડોશી દેશમાંછે કાં તેમને પાકિસ્તાન દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે. આ સંગઠનોમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબા, હિઝબુલ-મુજાહિદ્દીન, હરકત-ઉલ-મુજાહિદ્દીન, અલ બદ્ર, દુખ્તરાં-એ-મિલ્લત, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સામેલ છે. એનસીટીએએ આ દસ્તાવેજ જાહેર કરવાની શરૂઆત ૨૦૦૧માં કરી હતી અને તેણે સૌથી પહેલા લશ્કર-એ-જાંગ્વી પર પ્રતિબંધ મૂક્યો હતો. એલઈજે સંગઠન પાકિસ્તાનમાં છે અને તેની અફઘાનિસ્તાનમાં મર્યાદિત હાજરી છે. જોકે પ્રતિબંધિત સંગઠનોમાં તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન(અફઘાનિસ્તાન), બલોચિસ્તાન રિપબ્લિકન આર્મી, બલોચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, લશ્કર-એ-બલોચિસ્તાન, બલોચિસ્તાન લિબરેશન યુનાઈટેડ ફ્રન્ટ, તંઝીમ નૌજવાન-એ-અહેલે સુન્નત, ગિલગિટ, અંજુમન-એ-ઈમામિયા ગિલગિટ બાલટિસ્તાન એન્ડ મુસ્લિમ સ્ટુડન્ટ્‌સ ઓર્ગેનાઈઝેશન ગિલગિટ પર પ્રતિબંધિત સંગઠન છે.