(એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૧૪
પાકિસ્તાન સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જમાત દાવાના વડા હાફિઝ સઈદની અટકાયતની વિનંતી પાછી ખેંચી છે. ૩૧ જાન્યુઆરીના રોજ પંજાબ સરકાર દ્વારા ૯૦ દિવસ માટે સઈદ અને તેના ચાર સાથીઓની અટકાયત કરી છે. જે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી કાયદા ૧૯૯૭ હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ સરકારની નજરકેદ હેઠળ રહ્યાં છે. પંજાબ સરકારના ગૃહ વિભાગના એક સીનિયર અધિકારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અફઝલ ખાનની આગેવાનીમાં ફેડરલ જ્યુડિશિલ રિવ્યુ બોર્ડના ત્રણ સભ્યોને કહ્યું કે સરકાર હાફિઝ સઈની અટકાયત ચાલુ રાખવા માંગતી નથી. જ્યુડિશલ બોર્ડે સરકારની વિનંતી સ્વીકારી લીને આ કેસનો નિકાલ કરી નાખ્યો હતો. સરકારે શા માટે તેની અરજી પાછી ખેંચી તેનો જવાબ આપતાં પંજાબ સરકારના સીનિયર અધિકારીએ કહ્યું કે સરકારે હાફિઝ સઈદ અને તેના ચાર સાથીઓની અટકાયતની મુદત લંબાવી હોવાથી આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તેમની નજરકેદની હવે જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સઈદ અને તેના સાથીઓને તેમની અટકાયત માટે રિવ્યુ બોર્ડ સમક્ષ હાજર કરશે. પરંતુ આ પાંચેયની જાહેર ઓર્ડર હેઠળ અટકાયત કરવામાં આવી છે સરકારને ેતમને રિવ્યુ બોર્ડ સમક્ષ હાજર કરવાની જરૂર પડતી નથી. પંજાબ ગૃહ વિભાગ દ્વારા એક ઓર્ડર જારી કરવામાં આવ્યો અને તેમાં ૨૫ સપ્ટેબરથી જમાતના દાવા હાફિઝ અને તેના ચાર સાથીઓની અટકાયતની મુદત લંબાવવામાં આવી હતી. છેલ્લી બે અટકાયત જાહેર વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી હતી. જુન ૨૦૧૪ માં અમેરિકા દ્વારા પણ એકે વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જેયુડીને જાહેર કરવામાં આવ્યું છે. સીનિયર અધિકારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અફઝલ ખાનની આગેવાનીમાં ફેડરલ જ્યુડિશિલ રિવ્યુ બોર્ડના ત્રણ સભ્યોને કહ્યું કે સરકાર હાફિઝ સઈની અટકાયત ચાલુ રાખવા માંગતી નથી.