(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૨૨
કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલી ભારત-પાક.ની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક પાક. દ્વારા સામે પાર પોતાના એસએસજી કમાન્ડો તૈનાત કરતા કચ્છ સરહદેથી પાક. દ્વારા કંઈક કરવાનો મનસૂબો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કચ્છની દરિયાઈ ખાડીમાં સરકીક પાસે પાકિસ્તાને પોતાની ઈકબાલ બાજવા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડો તૈનાત કર્યા હોવાના સમાચાર સુરક્ષા તંત્રોની ગુપ્તચર પાંખને મળ્યા છે. કચ્છ સીમા સરકીક પાસેથી કાદવ-કિચડવાળી ૬૦ કિ.મી. લાંબી જમીન ઉપર ૧૯૬૦થી ભારત-પાક. વચ્ચે વિવાદ છે. કાશ્મીર મુદ્દે પાક. દ્વારા પોતાની રજૂઆતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નિષ્ફળતા મળ્યા બાદ પાક. કચ્છની સરકીકમાં કંઈક પગપેસારો અથવા હુમલો કરવાની ચેષ્ટા કરે તેવી શક્યતા વચ્ચે ભારતીય સુરક્ષા તંત્રે સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે.