નવી દિલ્હી, તા.૧૪
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ માટે ૨૦૨૦-૨૧ માટે સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ જાહેર કર્યું છે. તેમજ લિમિટેડ ઓવર્સમાં બાબર આઝમને ફૂલ ટાઈમ કેપ્ટન બનાવ્યો છે. અઝહર અલી ટેસ્ટ, જ્યારે બાબર આઝમ વનડે અને ટી-૨૦માં ટીમની કપ્તાની કરશે. અગાઉ આઝમ માત્ર ટી-૨૦માં ફૂલ ટાઈમ કેપ્ટન હતો. તેણે સરફરાઝ અહેમદને વનડેમાં કેપ્ટન તરીકે રિપ્લેસ કર્યો છે.ડાબોડી ફાસ્ટ બોલર શાહિન આફ્રિદીને પ્રમોશન મળ્યું છે, તે કેટેગરી-છમાં આવી ગયો છે. જ્યારે પૂર્વ કેપ્ટન સરફરાઝને કેટેગરી-છમાંથી કેટેગરી મ્માં ડિમોટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને ચીફ સિલેક્ટર મિસબાહ ઉલ હકે મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાન સાથે મળીને નવી સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ તૈયાર કરી છે.
મિસબાહે કહ્યું કે, સરફરાઝ હજી પોતાનું યોગદાન આપી શકે છે અને અમારી સ્કીમ ઓફ થીંગ્સમાં છે. તેથી જ તેને કેટેગરી મ્માં રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે પીસીબી આ કોન્ટ્રાકટ લિસ્ટ જુલાઈમાં જારી કરે છે. વસીમે કહ્યું કે, આ વખતે કોરોનાના કારણે મોટાભાગના ખેલાડીઓમાં અસલામતીનો ભય છે. તેને દૂર કરવા કોન્ટ્રાકટ લિસ્ટ વહેલું જાહેર કરાયું છે. ફાસ્ટ બોલર નસીમ શાહ અને જમોડી બેટ્સમેન ઇ. અહેમદને પહેલીવાર કોન્ટ્રાકટ મળ્યો છે. જ્યારે અનુભવી ફાસ્ટ બોલર્સ મોહમ્મદ આમિર, વહાબ રિયાઝ અને હસન અલીને કોન્ટ્રાકટ મળ્યો નથી. હૈદર અલી, હેરિસ રોફ અને મોહમ્મદ હસનૈનને એમરજિંગ પ્લેયર કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
પાકિસ્તાને ખેલાડીઓ માટે ૨૦૨૦-૨૧ માટે સેન્ટ્રલ કોન્ટ્રાકટલિસ્ટ કર્યું જાહેર

Recent Comments