(એજન્સી) ઈસ્લામાબાદ,તા.૧
ભારત દ્વારા વિકસાવાયેલ અધ્યતન ડ્રોન ટેકનોલોજી સામે પાકિસ્તાને ચિંતા વ્યકત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈઝલે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે ભારતના ડ્રોન રૂસ્તમ-ર દ્વારા સરહદે સર્વે અને વિવિધ હેતુ માટે ઉપયોગમાં લેવા વિકસાવાયા છે. ભારતથી ડ્રોન ટેકનોલોજી ચિંતાજનક છે જે ભારતની સેન્ય તાકાતને વધારી રહ્યું છે. તેમજ વ્યુહાત્મક સ્થિરતા સામે જોખમ વધારી રહી છે. તેમણે કહ્યું કે ડ્રોનનો ઉપયોગ યુએનના ચાર્ટર્ડ સિધ્ધાંત અનુસાર આંતરરાષ્ટ્રીય કાનૂનો અને જવાબદાર દેશોના વર્તન મુજબ હોવું જોઈએ. તેમણે ભારત ફિલ્મ ઉદ્યોગ દ્વારા પાકિસ્તાની કલાકારોને ભાતચીત ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધના નિર્ણયને વખોડી કાઢી હતું. કે તે એક આંતકવાદી અને પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ બતાવે છે તેમણે કહ્યું કે કલા અને ફિલ્મો લોકોને ભેગા કરી રહ્યા છે ત્યારે તેને ધિક્કારપાત્ર બનાવવાની કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે આ ઉપરાંત શીખો અને હિન્દુઓને યાત્રા માટે પાકિસ્તાનના વિઝા નહીં આપવાનો નિર્ણય તેમજ રમતગમત ક્ષેત્રે અસહિષ્ણુતા ઉભી કરવાના ભારતના પ્રયાસો બન્ને દેશો વચ્ચેના સબંધો વધુ ખરાબ બનાવે છે.