ઇસ્લામાબાદ, તા.૨૯
પાકિસ્તાનની મુશ્કેલીઓ અને મૂંઝવણોનો પાર નથી. એક તરફ આર્થિક નાદારી, બીજી બાજુ ડગમગતું વડાપ્રધાનનું સ્થાન અને હવે પાકિસ્તાનનું ક્રિકેટ પણ ‘ગરીબ’ કહેવાય એવી સ્થિતિમાં આવી ગયું હતું.એક તો આતંકવાદી હુમલાના ડરે કોઇ દેશની ટીમ જલદી અહીં રમવા આવવા તૈયાર થતી નથી. માંડ-માંડ શ્રીલંકાની ટીમ અહીં રમવા તૈયાર થઇ. દસ વર્ષ પછી અહીં ટેસ્ટ મેચ રમાશે. પરંતુ જબ્બર આર્થિક તંગી વચ્ચે દર્શકોને સ્ટેડિયમ સુધી લાવવા કેવી રીતે ? એ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સરળ રસ્તો અપનાવ્યો. ટિકિટના દર માત્ર ૪૬ રૂપિયા નક્કી કર્યા.આટલી સસ્તી ટિકિટ હોય તો સ્ટેડિયમ છલકાઇ જશે એવી બોર્ડની ધારણા હશે. ભારતના ૧૦૦ રૂપિયા બરાબર પાકિસ્તાનના ૪૬ રૂપિયા થાય. એટલે એક સમાચાર મુજબ પાકિસ્તાનના ક્રિકેટ રસિકો સાવ સસ્તામાં ટેસ્ટ મેચ માણી શકે એવી યોજના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બનાવી છે.પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આવતા મહિને ટેસ્ટ રમાવાની છે. જોઇએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું આ ગતકડું કેટલું સફળ થાય છે.