(એજન્સી) મુંબઈ, તા.ર૩
એર ઈન્ડિયાના મુંબઈ કન્ટ્રોલ સેન્ટરને શનિવારે વિમાન અપહરણ કરવાની ધમકીવાળો ફોન મળ્યો હતો. ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સુરક્ષા વિભાગે તમામ એરલાઈન્સો અને સીઆઈએસએફને જરૂરી પગલા અને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવા જણાવ્યું હતું. એરપોર્ટ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર મુંબઈના ફરજ પરના અધિકારીને ટેલિફોનિક સંદેશ મળ્યો હતો. જેમાં ભારતીય વિમાનને ર૩ તરીખના રોજ હાઈજેક કરી પાકિસ્તાન લઈ જવાશે. ત્યારબાદ એરપોર્ટ પર પ્રવેશદ્વારે સખત બંદોબસ્ત અને ચકાસણી હાથ ધરાઈ હતી.