(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
ભાજપના નેતા અને સુપ્રીમના વકીલ અજય અગ્રવાલે બુધવારે કોંગ્રેસમાંથી બરખાસ્ત મણીશંકર ઐયરની ધરપકડની માંગણી સાથે ફરિયાદ દાખલ કરાવી છે. પાકિસ્તાન પર ટીપ્પણી કરનાર મણીશંકર ઐયરની ધરપકડની માંગણીએ ભાજપ નેતાએ ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસમાંથી બરખાસ્ત નેતા મણિશંકર ઐયરે એવું કહ્યું કે મને પાકિસ્તાનમાં જેટલો પ્રેમ મળે છે તેના કરતાં વધારે નફરત તો ભારતમાં મળે છે. કરાંચીમાં સાહિત્ય ઉસ્તવમાં હાજરી આપવા આવેલા ઐયરે દાવો કર્યો કે હું શાંતિની વાત કરતો હોવાથી લોકો મારી પ્રશંસા કરે છે. હજારો લોકોક જેમને હું જાણતો પણ નથી, મને ગળે ભેટે છે, મને શુભેચ્છા પાઠવે છે. પાકિસ્તાનમાં જેટલો પ્રેમ મળે છે તેના કરતાં વધારે નફરત તો ભારતમાં મળે છે. ઐયરે કહ્યું કે મને ખેદ છે કે નવી દિલ્હી સંવાદ દ્વારા મતભેદો નિવારવા માટે ઈસ્લામાબાદના સૂચન પરત્વે ગંભીર નથી. તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે સરકાર બદલાશે પરંતુ મને લોકોમાં વિશ્વાસ છે. ઐયરની ટીપ્પણી એવે ટાણે આવી છે કે જ્યારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન સુજવાન લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો.