(એજન્સી) લાહોર, તા. ૮
લશ્કર-એ-તૈયબાના ઓપરેશન્સ કમાન્ડર આતંકી ઝકીઉર રહેમાન લખવીને પાકિસ્તાનમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિંગ સાથે જોડાયેલા એક કેસમાં પાછલા દિવસોમાં જ લખવીની ધરપકડ કરી હતી, હવે શુક્રવારે લાહોરની એન્ટી ટેરરિઝ્મ કોર્ટે સજા સંભળાવી હતી. તમને જણાવી દઈએ કે, ઝકીઉર રહેમાન લખવી વર્ષ ૨૦૦૮માં થયેલા મુંબઈ આતંકી હુમલામાં માસ્ટરમાઈન્ડ પણ છે. લાહોરમાં ઝકીઉર રહેમાન લખવી વિરૂદ્ધ ટેરર ફંડિંગ કેસ નોંધાયેલો છે. તેના ઉપર આરોપ છે કે, ડિસ્પેન્સરીના નામ ઉપર પૈસા ભેગા કરતો હતો અને તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરતો હતો. મુખ્ય રૂપથી આનો ઉપયોગ નવા આતંકીઓને તૈયાર કરવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, ઝકીઉર રહેમાન લખવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આતંકી જાહેર કરવામાં આવ્યો હતો, જે લાંબા સમય ધરપકડથી બચતો રહ્યો. પરંતુ હાલમાં જ એફએટીએફની બેઠકથી પહેલા પાકિસ્તાનમાં તેના ઉપર એક્શન લેવામાં આવ્યા અને જેલમાં નાંખી દેવામાં આવ્યો. મુંબઈમાં થયેલા આતંકી હુમલાના કેસમાં હાફિઝ સઈદ સાથે ઝકીઉર રહેમાન લખવી પણ આરોપી છે. આ કેસમાં પણ તેને જેલ થઈ હતી, પરંતુ ૨૦૧૫થી જ જામીન ઉપર બહાર હતો. પાછલા દિવસોમાં થયેલી ધરપકડ પર અમેરિકાએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક થવાની છે, આ સંસ્થા આતંક વિરૂદ્ધ લડવા માટે પૈસા આપે છે. લાંબા સમયથી પાકિસ્તાન પર અહીં ગ્રે લિસ્ટમાં જવાની તલવાર લટકેલી છે, એવામાં દરેક વખત તેવું જોવા મળ્યું છે કે, બેઠકથી પહેલા પાકિસ્તાન આતંકીઓ પર શિકંજો કસતું આવ્યું છે.
Recent Comments