સિડની, તા.૨૯
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કપ્તાન બાબર આઝમ પર એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ સણસણતા આરોપ લગાવતા કહ્યું હતું કે, બાબર આઝામે તેનું ૧૦ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું છે. બાબરે તેને લગ્નની લાલચ પણ આપી હોવાના સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને પાકિસ્તાનના વિરાટ કોહલી તરીકે ઓળખાતા બાબર આઝમ પર મહિલાએ ગંભીર પ્રકારના લગાવતા કહ્યું હતું કે, હું અને બાબર શાળામાંથી મિત્ર હતાં. બાબરે તેને ૨૦૧૦માં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. મહિલાએ બાબપ અક્ષેપોનો મારો યથાવત રાખતા કહ્યું હતું કે, બાબરે મારી સાથે લગ્નનો ખોટો વાયદો કરી મારૂ ૧૦ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું. આ ઉપરાંત મહિલાના જણાવ્યા પ્રમાણે મુશ્કેલ સમયમાં તેણે બાબરની આર્થિક મદદ પણ કરી હોવાનો આરો પળ લગાવ્યો છે. મહિલાએ એમ પણ કહ્યું હતું કે, ૨૬ વર્ષના ક્રિકેટરે હું પોલીસ પાસે ના જવ તે માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પાકિસ્તાનના જાણીતા પત્રકાર સાદ આદિકે પોતાના ટિ્‌વટર હેંડલ પરથી આ મહિલા સાથેની વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મહિલાએ બાબર આઝામ પર તેને કોર્ટ મેરેજ કરવાના નામે ઘરેથી ભગાવીને શોષણ કરવાનો અને મારપીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.